માળવી (Malvi)— Vataliya Prajapati Samaj


history_eduસમુદાય-સંકલિત વંશાવળી વિવરણ (Community-compiled lineage overview)

માળવી (Malvi) વાટલિયા પ્રજાપતિ સમાજની સમુદાય-સંકલિત અટક યાદીમાં નોંધાયેલી અટક છે. નોંધાયેલી વિગતો — ગોત્ર: કુવર્ણ; મૂળ વતન: માળવા.

માળવી (Malvi) is listed in the community-compiled surname directory of the Vataliya Prajapati community. Recorded details — Gotra: કુવર્ણ; Ancestral village: માળવા.

છેલ્લે સમીક્ષા: 4 ઑક્ટોબર, 2026 11:52 PM IST · સમુદાયના સબમિશન અને પારિવારિક રેકોર્ડ પરથી સંકલિત.

અટક (Surname)
માળવી (Malvi)
ગોત્ર (Gotra)
કુવર્ણ
કુળદેવતા (Kuldevta / Kuldevi)
હજી નોંધાયેલ નથી
મૂળ વતન (Ancestral Gam)
માળવા
સમાજ (Community)
શ્રી સમસ્ત વાટલિયા પ્રજાપતિ સમાજ (Vataliya Prajapati)
accessibility_new વાંચન સરળતા / Accessibility
અપડેટ કરેલ : 4 ઑક્ટોબર, 2026 11:52 PM IST
ગોત્રકુવર્ણ
વતનમાળવા
કુળદેવતા/કુળદેવીહજી નોંધાયેલ નથી

પ્રથમ ગુર્જર કુંભાર વાળા તે માળવી ગામ ચભાડીયામાં ગોત્ર દેવી ચોડ તે ચોટીલા ના ચામુંડા. વેઢવા મંગળા ધવળા પાલી સવાના ખેત્રપાળ નાગદેવ બાલવી કહેવાય છે. તેના નીવેદ ખીચડી પાલી સવાની તલવટ પાલી સવાના ખોડિયાર માતાજી ગામ ગળધરાના લાપસી પાલી સવાની શીકોતર માંને ચોખા પાલી સવાના મહાવીર હનુમાનજી પુજાય છે. તેને ચુરમુ ઘઉના લોટનું પાલી સવાનું મામા પુજાય છે. અડદના અઢીગડીયા-ના વડા અઢીગડીયાના સુરધન રાયકોને લાડવાને પુરીયુ ઘઉંની જરાઈ છે. જમણી લાલ મધરાસી વાર સવાની જમણી હીરાગળ પીળાની વાર સવાની જમણી સફેદ બાસ્તાની વાર સવાની દીકરો આવે ત્યારે માતાજી ના મઢે ચંદરવો હાથ આઠનો તેને લાલ મધરાસી ની કોર ચડાવી તે ચડે છે. નીવેદ નોરતાની નોમના થાય છે. લગ્ન તથા સીમંત સમયે બમણા થાય છે. બ્રહ્માણી માંને કુલેર સવા ગડીયાની થાય છે. કુળધર્મ કુળ દેવ દેવી ની મઢની યાદી કહેવાણી.

 

વિક્રમ સંવત ૮૫૧ માં કાશી માં વટાળ થયો તે ગુર્જર કુંભાર વાટલીયા માં ભળ્યા ત્યારથી વાટલીયા કહેવાણા તે રજપુત વાળા છે. આદ સ્થાન અયોધ્યા થી મારવાડ મેવાડ થી ગામ વળા આવ્યા ત્યારે ગામથી અટક શાખા વાળા કહેવાણા. પછી નાઘેર પીરા પાટણ સિધ્ધરાજ સોલંકીના વારમાં સંવત ૧૧૫૨ માં સંવત ૧૧૭૪ માં કાળના સમયે માળવા રહ્યા પેઢી સાત સુધી. ત્યારથી માળવી અટક કહેવાણી. પછી ચાંપાનેર પાવાગઢ તળેટીમાં આવ્યા ગુજરાતમાં આવ્યા પંચાળમાં આવ્યા સોરઠ દેશમાં આવ્યા ગામ ચભાડીયા આવ્યા. ત્યાંથી ત્રણ પાંખી જુદી પડી એક પાંખી નાઘેર માં બીજી પાંખી સોરઠમાં ત્રીજીપાંખી પ્રભાસ પાટણ કાઠીયાવાડમાં.

 

રાજસીના હીગોળ ના રણધીર ના વીરમતધીરા ના જગમાલના હરીના મંગળભાઈ ધનાઈબેન કનકાયબેન નારણ આદવરીયા ના ભાણેજ ભરમીબાઈના જનમેલ. મંગળભાઈ વટાળમાં ભળ્યા વાટલીયા માળવી કહેવાણા. સરલ બે ઘોડા ધોતીયું ગામ ચાંપાનેરમાં બારોટને આપ્યા.

help માળવી અટક વિશે વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQ)

1. માળવી (Malvi) અટકનું ગોત્ર કયું છે?

વાટલિયા પ્રજાપતિ સમાજમાં માળવી અટક ધરાવતા પરિવારોનું ગોત્ર કુવર્ણ નોંધાયેલું છે.

2. માળવી અટકના કુળદેવી / કુળદેવતા કોણ છે?

infoહજી નોંધાયેલ નથી. તેને પૂર્ણ કરવામાં અમને મદદ કરો.

3. માળવી અટકનું મૂળ વતન (ગામ) કયું છે?

માળવી પરિવારનું મૂળ વતન માળવા નોંધાયેલું છે.

4. શું માળવી અટક ધરાવતી વ્યક્તિ સમાન ગોત્રમાં લગ્ન કરી શકે?

ના. હિન્દુ સનાતન ધર્મ અને વાટલિયા પ્રજાપતિ સમાજના રીતરિવાજ મુજબ સગોત્ર (એક જ ગોત્રમાં) લગ્ન વર્જિત છે; લગ્ન અલગ ગોત્રમાં જ થવા જોઈએ.


અપડેટ ફોર્મ

આ અટક ની વિગતો ખૂટે છે. જો તમે આ અટક ની નીચેની વિગતો જાણતા હોવ અથવા ઉપર ની વિગતો માં ભૂલ જણાય તો લખી ને સબમિટ કરવા વિનંતી .