ઘોઘારી (Ghoghari)— Vataliya Prajapati Samaj

2 સભ્યો નોંધાયેલ
history_eduસમુદાય-સંકલિત વંશાવળી વિવરણ (Community-compiled lineage overview)

ઘોઘારી (Ghoghari) વાટલિયા પ્રજાપતિ સમાજની સમુદાય-સંકલિત અટક યાદીમાં નોંધાયેલી અટક છે. નોંધાયેલી વિગતો — ગોત્ર: તખે; કુળદેવી/કુળદેવતા: ચોટીલા નાં ચામુંડા; મૂળ વતન: ઘોઘા.

ઘોઘારી (Ghoghari) is listed in the community-compiled surname directory of the Vataliya Prajapati community. Recorded details — Gotra: તખે; Kuldevi/Kuldevta: ચોટીલા નાં ચામુંડા; Ancestral village: ઘોઘા.

છેલ્લે સમીક્ષા: 4 ઑક્ટોબર, 2026 11:51 PM IST · સમુદાયના સબમિશન અને પારિવારિક રેકોર્ડ પરથી સંકલિત.

અટક (Surname)
ઘોઘારી (Ghoghari)
ગોત્ર (Gotra)
તખે
કુળદેવતા (Kuldevta / Kuldevi)
ચોટીલા નાં ચામુંડા
મૂળ વતન (Ancestral Gam)
ઘોઘા
સમાજ (Community)
શ્રી સમસ્ત વાટલિયા પ્રજાપતિ સમાજ (Vataliya Prajapati)
accessibility_new વાંચન સરળતા / Accessibility
અપડેટ કરેલ : 4 ઑક્ટોબર, 2026 11:51 PM IST
ગોત્રતખે
વતનઘોઘા
કુળદેવતા/કુળદેવીચોટીલા નાં ચામુંડા

વાટલીયા ઘોઘારી - વાવડીયા - સરાણીયા - એક ગોત્રમાંથી આદ સ્થાન કાશીમાં વટાળ થયો વિક્રમ સવંત ૮૫૧ માં વૈશાખ સુદ ત્રીજ અખાત્રીજ શુભદિને થયો ને વાટલીયા કહેવાણા. કાશીથી વડવીયા ગામે આવ્યા ત્યારે વડવીયા કહેવાણા. ત્યાંથી માળવા- ગુજરાત-સોરઠમાથી ઘોઘા આવ્યા ઘોઘાથી ટીમાણે આવ્યા. ઘોઘારી શાખા કહેવાણી. તેમાંથી એક ભાયે કોઈ જુનું મકાન લીધું. મકાન માલીકને પણ ખબર નથી જુનું મકાન વિખતા અંદરથી સરાણ નીકળી. ગામમાં જ્ઞાતિમાં વાત ફેલાવા લાગી. સગા ઠેકડી કરવા લાગ્યા આતો સરાણીયા ઘોઘારી છે. ઉપલ શાખા પડી ગઈ છે. એક ભાઈ ભીચડીયે થી ગોહીલવાડમાં ગામ વાવડી આવ્યા. ગામના નામથી વાવડીયા કહેવાણા. આ ત્રણેનું ગોત્ર એકજ છે. વરવાપર થતી નથી. લાલાબાપાને વાવડીની પટલાઈ આપી. વાડી વીઘા ૧૫ ગામ વાવડીમાં બારોટને ચોપડે લખાવી ને વેઢ હેમનો ગદી ૪નો ચોફાળ ધોતિયું ગાય દુજણી ગામ વાવડીમાં પેઢી સાત રહ્યા. બારોટના ચોપડે લખાવી દાન આપ્યું.

ઘોઘારી માયા મેરામણ ગામ હરીપરા :
ગોહીલવાડ ગરાશવંત નહી વાળકમાં કરતા વખાણ
હાકમ અને હઠાળ મરદ જાગ્યો તું મરેવા.
સજકોટ લગી જાણતા ભાવનગર લગી ભણકાર
માયાણી તું મોભ મરદ જાગ્યો તું મેરવા.
હરીપરા ગામમાં હાકલે હાથ લેતા હથિયાર
કજીયા ને કંકાસ મેલી દે તું મેરવા.
ગોવિંદ તારૂ ગજું વડ જેમની વધે
કુંપળ મન કોળે માપ તારૂં નહી માયાણી.
ઘોડા તો આપે ઘણા પરાણે કરવી પળસી
જાશુ ગોવિંદ માયાણી બાજરો આપ કળસી.
આ દુહા ઘોઘારી અમરશી કેશવ પાસેથી મળેલ છે.
ગામ હરીપરા વાળા.

help ઘોઘારી અટક વિશે વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQ)

1. ઘોઘારી (Ghoghari) અટકનું ગોત્ર કયું છે?

વાટલિયા પ્રજાપતિ સમાજમાં ઘોઘારી અટક ધરાવતા પરિવારોનું ગોત્ર તખે નોંધાયેલું છે.

2. ઘોઘારી અટકના કુળદેવી / કુળદેવતા કોણ છે?

ઘોઘારી પરિવારના કુળદેવી / કુળદેવતા ચોટીલા નાં ચામુંડા નોંધાયેલા છે.

3. ઘોઘારી અટકનું મૂળ વતન (ગામ) કયું છે?

ઘોઘારી પરિવારનું મૂળ વતન ઘોઘા નોંધાયેલું છે.

4. શું ઘોઘારી અટક ધરાવતી વ્યક્તિ સમાન ગોત્રમાં લગ્ન કરી શકે?

ના. હિન્દુ સનાતન ધર્મ અને વાટલિયા પ્રજાપતિ સમાજના રીતરિવાજ મુજબ સગોત્ર (એક જ ગોત્રમાં) લગ્ન વર્જિત છે; લગ્ન અલગ ગોત્રમાં જ થવા જોઈએ.


અપડેટ ફોર્મ

જો તમે આ અટક ની નીચેની વિગતો જાણતા હોવ અથવા ઉપર ની વિગતો માં ભૂલ જણાય તો લખી ને સબમિટ કરવા વિનંતી .